જાણો એવા ફૂડ વિશે જે તમારી સ્ટેમિના વધારશે

જાણો એવા ફૂડ વિશે જે તમારી સ્ટેમિના વધારશે

શું થોડું કામ કરી તમે થાકી જાવ છો? થોડું ચાલીને અટકી જાવ છો? વારંવાર થાક લાગ્યા કરે છે? જો આનો જવાબ હા છે તો આપણે વધુ હેલ્થી અને ફિટ રહેવાની જરૂર છે. એનર્જી ખરીદી શકાતી નથી પરંતુ હેલ્થી લાઇફસ્ટાઇલ અનુસરી તાકાત અને સ્ટેમિના મેળવવી પડે છે. આપણે એવા ફૂડ વિશે વાત કરીશું જે આપણી સ્ટેમિના વધારી આપણે દરેક કર્યા કરવા પૂરતી શક્તિ આપી શકે. શરીરમાં જરૂરી ઉર્જા સંચાર કરવા માટે પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર્સ, આર્યન, વિટામીન્સ મુખ્ય ભાગ ભજવે છે. તેનું નિયમિત સેવન કરવું જરૂરી છે.

– મકાઇ: મકાઇ કાર્બોહાઈડ્રેટ મેળવવા માટે બેસ્ટ ઓપ્શન છે. મકાઇ અનેક વિટામિન, મિનરલ્સ, પોષક તત્વો અને એન્ટિ ઓક્સિડન્ટ્સ સારા પ્રમાણમાં ધરાવે છે. તે કોલેસ્ટ્રોલ લેવલ જાળવવા મદદ કરે છે અને હાર્ટને ફિટ રાખે છે, સાથે જ શરીરને જરીર ઉર્જા અને સ્ટેમિના પૂરી પડે છે.

– આલ્મંડ અને અન્ય ડ્રાઈફ્રૂટ: શુદ્ધ અને કુદરતી મીઠાશ મેળવવા માટે ડ્રાઈફ્રૂટ ઉત્તમ સ્ત્રોત છે. આપણા શરીરને પૂરતી ઉર્જા પૂરી પડે છે. આલ્મંડ વિટામિન E પૂરું પડે છે સાથે જ યાદશક્તિ સારી કરે છે, હાર્ટ સ્વસ્થ રાખે છે અને શરીરને પૂરતી એનર્જી આપે છે.

– કેળું, સફરજન અને દાડમ: આ દરેક ફ્રૂટ એન્ટિ ઓક્સિડન્ટ્સ ધરાવે છે સાથે જ કેલ્શિયમ અને ફાઈબરથી ભરપૂર છે. સફરજન હ્રદયની સુરક્ષા કરે છે સાથે જ વજન નિયંત્રિત રાખે છે. શરીરમાં આર્યન અને ઑક્સીજન પૂરતા પ્રમાણમાં જાળવી રાખે છે. કેળું પણ પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટ અને ઇન્સ્ટન્ટ એનર્જી મેળવવાનો સારો સ્ત્રોત છે.

– બ્રાઉન રાઈસ: બ્રાઉન રાઈસ કાર્બોહાઈડ્રેટ અને ડાયેટરી ફાઈબર્સ ધરાવે છે. સાથે જ તે વિટામિન B કોમ્પ્લેક્સ મેળવવા માટે પણ સારો વિકલ્પ છે. તે સ્ટાર્ચનું પ્રમાણ ઓછું ધરાવે છે અને સાથે જ બ્રાઉન રાઇસ પચવામાં વધુ સમય લે છે જેથી ભૂખ લાગવાની શક્યતા ઓછી રહે છે. જે લાંબા સમય સુધી સ્ટેમિના જાળવવા મદદ કરે છે.

ઉપરોક્ત દરેક ફૂડ તમને ફિટ અને એનર્જેટિક રાખવા મદદ કરશે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )