કુદરતી પિન્ક અને સોફ્ટ લિપ્સ કેવી રીતે મેળવશો?

કુદરતી પિન્ક અને સોફ્ટ લિપ્સ કેવી રીતે મેળવશો?

જયારે આપણે સ્માઈલ કરીએ છીએ ત્યારે આપણા દાંતની સાથે આપણા લિપ્સ પણ નોટ થાય છે. સ્મૂધ અને પિન્ક લિપ્સ સ્માઈલમાં ચારચાંદ લગાવી દે છે.આપણા લિપ્સ ખાસ માવજત અને ધ્યાન માંગી લે છે કારણકે, આપણા લિપ્સ આપણા ચહેરાની ત્વચાની સરખામણીમાં વધુ કોમળ અને સેન્સિટિવ ત્વચા ધરાવે છે. લિપ્સ ડ્રાય અને ડાર્ક થવા પાછળ અનેક પરિબળો અસર કરે છે.લિપ્સને સુંદર અને આકર્ષિત રાખવા આપણે હોમ રેમેડી વિષે ચર્ચા કરીશું.

બેજાન અને શુષ્ક હોઠ થવા પાછળનું કારણ:

ડિહાઈડ્રેશન, પાણી ઓછું પીવું
વધુ સ્મોકીંગ કરવું
એનેમીયા – જરૂરી વિટામિન્સની ઉણપ
લિપ્સ મેકઅપ પ્રોપર રિમૂવ ના કરવો

દાડમ : દાડમ ના થોડા દાણા લઇ તેને ક્રશ કરી થીક પેસ્ટ તૈયાર કરો. તેમાં ફ્રેશ ઘરની બનેલ મલાઈ ઉમેરો અને બંને મિશ્રણને યોગ્ય રીતે મીક્ષ કરવું. હવે આ મિશ્રણ લિપ્સ પર દરરોજ લગાવવું. તેને 10 મિનિટ સુધી રાખી હૂંફાળા પાણીથી સાફ કરી લેવું. આ મિશ્રણ બેરંગ લિપ્સ અને ડ્રાય લિપ્સની જાળવણી કરશે.
મધ અને લીંબુ: એક સ્પૂન મધ અને તેમાં 4 થી 5 ડ્રોપ લીંબુ રસ ઉમેરો અને પેસ્ટ તૈયાર કરો. તેને લિપ્સ પર 10 થી 15 મિનિટ સુધી રાખી મૂકો. ત્યારબાદ હૂંફાળા પાણીથી સાફ કરી લો. મધ લિપ્સનું મોશ્ચર જાળવી રાખે છે. લીંબુ કુદરતી બ્લીચ તરીકે વર્તે છે જે હોઠની કાળાશ દૂર કરશે.

એલોવેરા જેલ : એલોવેરા જેલ લિપ્સ માટે ખૂબ અસરકારક રીતે વર્તે છે. એલોવેરા પલ્પ અને તેમાં 5 થી 7 ડ્રોપ કોકોનટ ઓઇલ અથવા ઓલિવ ઓઇલ ઉમેરી તે મિશ્રણ લિપ્સ પર લગાવવું. તેનો ઉપયોગ લીપબામ તરીકે પણ કરી શકાય છે. આ મિશ્રણ રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકાય છે. એલોવેરા જેલ અને બંને ઓઇલ હોઠ પર કઈ વાગ્યું હોય તેમાં અથવા ઘા દૂર કરવામાં મદદ કરે છે.

ઉપરોક્ત ઘરગથ્થું ઉપાય આપણા લિપ્સને ફ્રેશ લુક આપશે. દરેક ઉપાય ઘણા સરળ છે એકવાર જરૂર ટ્રાય કરવા.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )