હોળીમાં આ રીતે કરો સ્કીન કેર

હોળીમાં આ રીતે કરો સ્કીન કેર

હોળીના તહેવારમાં ખાસ કરીને કેમિકલ વાળા રંગોથી સ્કિનને બચાવવી ખૂબ જરૂરી છે. આ કેમિકલ વાળા રંગો સ્કિનને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. પરંતુ આજે અમે તમને કેટલીક ઘરેલુ ટિપ્સ જણાવીશું જેની મદદથી તમારી સ્કિન પર પાક્કા કલરની કોઇ અસર નહીં થાય.
તમે જ્યારે પણ હોળી રમવા જાવો ત્યારે ખાસ કરીને તમારી સ્કિન પર કોપરેલ તેમજ બીજા કોઇ પણ પ્રકારનું બોડી લોશન લગાવો. આમ કરવાથી તમારી સ્કિન પર ડાયરેક્ટ કલરની કોઇ અસર નહીં થાય. આ એક ઘરેલુ ટિપ્સ દરેક લોકો માટે બેસ્ટ છે.

તમે બપોરે હોળી રમવાનો પ્લાન કરી રહ્યા છો તો ખાસ કરીને ઘરની બહાર નિકળો એના અડધો કલાક પહેલાં સનસ્ક્રીન લોશન લગાવો અને પછી બહાર નિકળો. આમ કરવાથી સ્કિનને તડકાની અને સાથે કલરની કોઇ અસર થશે નહીં. સનસ્ક્રીન લોશન તમારી સ્કિનને અનેક રીતે ડેમેજ થતી બચાવે છે.
તમારી સ્કિન પર કોઇ પાક્કો કલર લગાવી દીધો છે તો તમે ખાસ કરીને ટામેટાનો ઉપયોગ કરો. ટામેટાની પેસ્ટથી તમે સરળતાથી સ્કિન પરનો કલર નિકાળી શકો છો. આ માટે એક ટામેટું લો અને એની લાંબી ચીરી કરી લો. પછી આ ચીરીને હળવા હાથે તમારી સ્કિન પર ઘસો. આમ કરવાથી પાક્કો કલર તરત જ નિકળી જશે. ખાસ ધ્યાન એ રાખો કે વજન આપીને ઘસવાનું નથી.
પાક્કા કલરને કાઢવા માટે તમે મલાઇનો પણ ઉપયોગ કરી શકો છો. આ મલાઇ તમે હોળી રમવા જતા પહેલાં અને પછી લગાવી શકો છો. આ માટે તમે થોડી મલાઇ લો અને બે હથેળીમાં ઘસી લો. પછી આનાથી ફેસ પર મસાજ કરો. આમ કરવાથી કલર નિકળી જશે. હોળી રમવા જતા પહેલાં તમે આ મલાઇ લગાવો છો તો કલર સ્કિન પર વધારે લાગતો નથી.
આ રીતે તમે હોળીમાં તમારી ત્વચાનું ધ્યાન રાખી શકો છો.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )