ઓસ્કાર 2023: ઓસ્કારના સ્ટેજ પર નાટુ નાટુ છવાઇ, ફિલ્મની આખી ટીમ સાથે વિદેશીઓએ જોરદાર ડાન્સ કર્યો

ઓસ્કાર 2023: ઓસ્કારના સ્ટેજ પર નાટુ નાટુ છવાઇ, ફિલ્મની આખી ટીમ સાથે વિદેશીઓએ જોરદાર ડાન્સ કર્યો

ઓસ્કાર એવોર્ડ સમારોહ ચાલી રહ્યો છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાં RRR ના નાટુ નાટુ ગીતને શ્રેષ્ઠ મૂળ ગીતની શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યું છે. એવોર્ડ સેરેમનીમાં પણ આ ગીતે ધૂમ મચાવી છે. વિદેશીઓએ સ્ટેજ પર આ ગીત પર પરફોર્મ કર્યું છે. તમને જણાવી દઈએ કે એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત RRRની ‘નાટુ નાટુ’ના પરફોર્મન્સને ઓસ્કાર એવોર્ડ્સમાં સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. દીપિકા પાદુકોણ પ્રેઝન્ટર તરીકે સ્ટેજ પર આવી હતી. અભિનેત્રીએ ‘નાટુ નાટુ’નો ઉલ્લેખ કરતાની સાથે જ ઓડિટોરિયમમાં જોરદાર જોશ છવાઇ ગયો હતો.

દીપિકા પાદુકોણ ઓસ્કાર સ્ટેજ પર અદભૂત દેખાતી હતી. બ્લેક કલરના આઉટફિટમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. એવોર્ડ ફંક્શનમાં દીપિકાએ બ્લેક ઓફ શોલ્ડર-ફિશ કટ ગાઉન પહેર્યું હતું. આ ગાઉન સાથે ઓપેરા ગ્લોવ્ઝ પણ જોડાયેલા છે. અભિનેત્રીએ પોતે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો ફોટો શેર કર્યો છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )