મોબાઈલ એડિક્શનથી બચવા શું કરશો?

મોબાઈલ એડિક્શનથી બચવા શું કરશો?

આજના ડિજીટલ યુગમાં મોબાઇલનો ઉપયોગ અનિવાર્ય છે. આજે તમામ કામ કરવા માટે મોબાઇલ હોવો હિતાવહ છે. જરૂર માટે મોબાઇલનો ઉપયોગ કરવો ખરાબ નથી, પરંતુ કેટલાંક લોકોને મોબાઇલનું અને તેમાં પણ ખાસ કરીને સોશિયલ મીડિયા અને ગેમિંગનું એડિક્શન થઇ જાય છે. તેમનો ખાસો એવો સમય મોબાઇલમાં સ્ક્રોલ કરવામાં જતો રહે છે. તેઓ અન્ય કોઇ ક્રિયેટિવ કામ કરવા ઇચ્છે છે, પરંતુ જો એકવાર મોબાઇલ હાથમાં પકડ્યો તો જલદી છૂટતો નથી અને કલાકો તેમાં બરબાદ થઇ જાય છે, પરિણામે રોજિંદા કામ પણ અટકી જાય છે. આ એક પ્રકારનું એડિક્શન છે. તો ચાલો તેનાથી બહાર નીકળવાનાં ઉપાયો વિષે વાત કરીએ.

ઉપાયો-
1. સૌ પ્રથમ તો તમારા મોબાઇલનાં નોટિફિકેશન બંધ કરી દો.
2. રાત્રે સૂતી વખતે મોબાઇલને બેડ પાસે ન રાખતા થોડો દૂર મૂકવાનો રાખો.
3. જે એપનું તમને એડિક્શન હોય તેને પહેલા ડિલીટ કરવી.
4. સોશિયલ મીડિયા માટે દિવસમાં ત્રણ વાર ટાઇમ નક્કી કરી દેવો. 24 કલાક અવેલેબલ ન રહેવું
5. ઇન્ટરનેટનો પ્લાન બની શકે તો ઓછા જીબીવાળો રાખવો.
6. અઠવાડિયામાં એક દિવસ ફોન ફ્રી ડે એટલે ફોનનાં ઉપયોગ વગરનો કાઢવો.
7. રીલ્સ જોવા બેસો ત્યારે નક્કી કરીને બેસો કે રોજનાં માત્ર 15 રીલ્સ જ જોવા.
8. જે સમયે તમે મોબાઇલ જુઓ છો તે સમય અન્ય અગત્યનાં કામને ફાળવી દો.
9. સ્ક્રીન ટાઇમ ઓછો કરીને બાળકો સાથે રમો, ગાર્ડનિંગ કરો, ઘરની બહાર કુદરતી વાતાવરણમાં રહો અથવા ગમતુ બીજુ કોઇ કામ કરો.
10. એવી કોઇ હોબી વિકસાવો જેમાં મોબાઇલની જરૂર ના પડે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )