Koo એ ChatGPT ને સપોર્ટ કરતું વિશ્વનું પ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બન્યું છે
ભારતના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ, Koo એપ એ ChatGPT નો સપોર્ટ જાહેર કર્યો છે એટલે કે હવે તમે ChatGPT ની મદદથી Koo પર પોસ્ટ્સ શેર કરી શકો છો. હાલમાં આ ફીચર Koo એપ પર સેલિબ્રિટી અને વેરિફાઈડ પ્રોફાઈલ્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ બધા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.
ChatGPT ની મદદથી, Koo વપરાશકર્તાઓ દિવસની ટોચની સમાચાર વાર્તાઓ પણ શોધી શકે છે અથવા કોઈ પ્રખ્યાત વ્યક્તિત્વ વિશે કંઈક જાણી શકે છે અથવા ડ્રાફ્ટને કોઈ ચોક્કસ વિષય પર પોસ્ટ અથવા બ્લોગ લખવા માટે પણ કહી શકે છે. ક્રિએટર્સ વૉઇસ કમાન્ડ દ્વારા Koo એપમાં ChatGPT નો ઉપયોગ કરી શકશે. કુએ પોતાના યુઝર્સ માટે સેલ્ફ વેરિફિકેશનનું ફીચર બહાર પાડ્યું છે. કુ યુઝર્સ સરકારી આઈડી કાર્ડની મદદથી માત્ર 10 સેકન્ડમાં તેમનું એકાઉન્ટ વેરીફાઈ કરી શકે છે. આ ઉપરાંત, કૂ પર ઘણી ભાષાઓમાં અનુવાદ અને ટ્વિટર જેવા પ્લેટફોર્મ પર ક્રોસ પોસ્ટિંગની સુવિધા પણ છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં બ્રાઝિલમાં કુ લોન્ચ કરવામાં આવ્યું છે. દેશી માઇક્રોબ્લોગિંગ એપ કૂએ બ્રાઝિલમાં લોન્ચ થયાના માત્ર 48 કલાકમાં 1 મિલિયન ડાઉનલોડનો આંકડો પાર કરી લીધો છે. કુ એપ બ્રાઝિલમાં પોર્ટુગીઝમાં લોન્ચ કરવામાં આવી છે અને હવે તે 11 મૂળ ભાષાઓમાં ઉપલબ્ધ છે. છેલ્લા કેટલાક દિવસોથી, Koo એપ એન્ડ્રોઇડ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પર નંબર 1નું સ્થાન ધરાવે છે.