હાર્ટ એટેક વિશે આટલુ જાણો
આપણા હૃદયને કાર્ય કરવા માટે ઓક્સિજનથી ભરપૂર લોહીની જરૂર પડતી હોય છે, જે હૃદયને કોરોનરી આર્ટરી દ્વારા પ્રદાન કરવામાં આવે છે. હાર્ટ અટેક ત્યારે થાય છે જ્યારે આ ધમનીઓ અવરોધિત થતી હોય છે અને તેથી હૃદયને લોહી પહોંચાડવામાં અસમર્થ હોય છે. હૃદયના સ્નાયુને કાયમી નુક્શાન કરતા આ પ્રકારના બ્લોકેજને તાત્કાલિક ધોરણે દૂર કરવા જરૂરી હોય છે.
સડન કાર્ડિયાક અરેસ્ટ શું છે?
કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય ફક્ત ધબકવાનું બંધ કરે છે. બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે અને મગજ સહિત તમામ અવયવોનો બ્લડ સપ્લાય પ્રભાવિત થાય છે. મગજમાં રક્ત પ્રવાહ વિના વ્યક્તિ બેભાન બને છે. જો ઈમર્જન્સીમાં સારવાર શરૂ ન કરવામાં આવે તો વ્યક્તિનુ મૃત્યુ તરત જ થઈ જતું હોય છે. સડન કાર્ડિયાક અરેસ્ટ થવાનું કારણ હૃદય સાથે સંબંધિત હોઈ શકે જો કે આવું હોય જ તે પણ જરૂરી નથી.
સૌથી સામાન્ય કારણ હૃદયની અસાધારણ રિધમ છે. સૌથી સામાન્ય વેન્ટ્રિક્યુલર ફાઇબરિલેશન કહેવાય છે. સામાન્ય રીતે હૃદય દ્વારા ઈલેક્ટ્રિકલ ઈમ્પલ્સ વ્યવસ્થિત રીતે ટ્રાન્સમિટ થતા હોય છે, જે હૃદયના ચેમ્બરના સિક્વન્શીયલ કોન્ટ્રાક્શનની શરૂઆત કરે છે, જેના કારણે શરીરના તમામ અવયવોમાં લોહીને અસરકારક રીતે પમ્પ કરવામાં આવે છે. વેન્ટ્રિક્યુલર ફાઇબરિલેશનમાં જેને ડોકટરો દ્વારા VF તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનાથી એકસાથે એકથી વધુ ઈમ્પલ્સ ઉત્પન્ન થાય છે અને હૃદય દ્વારા ઝડપી, રેન્ડમ અને આપખુદ રીતે ટ્રાન્સમિટ થાય છે. આના પરિણામે હૃદયમાં ઈનઈફેર્ટિવ કેન્ટ્રાક્શન શરૂ થાય છે અને બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે.
કોરોનરી આર્ટરીમાં બિમારી અચાનક કાર્ડિયાક અરેસ્ટનું કારણ બની શકે છે, ખાસ કરીને જો બ્લોક મુખ્ય કોરોનરી આર્ટરીઓના પ્રોક્સિમલ સેગમેન્ટમાં વિકસતા હોયય. હાર્ટ એટેક કોરોનરી આર્ટરી ડિસીઝને કારણે થાય છે. બંને અલગ હોવા છતાં તેમની વચ્ચે એક કડી છે, જે સામાન્ય છે. હાર્ટ એટેકથી પીડિત દર્દીને હોસ્પિટલ જતા સમયે કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે. વાલ્વ્યુલર હૃદય રોગ જેમ કે એઓર્ટિક સ્ટેનોસિસ અચાનક કાર્ડિયાક અરેસ્ટનું કારણ બની શકે છે.
ભારતીયો હૃદયરોગનો ભોગ બને તેનું જોખમ ઘણું જ વધારે છે અને આ સંખ્યા વર્ષોથી નોંધપાત્ર રીતે વધી રહી છે. WHOની વસ્તી ગણતરી મુજબ, દર લાખમાંથી આશરે 4280 ભારતીયો કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ પામે છે.
જ્યારે કોઈ વ્યક્તિ બેભાન થઈ પડી જાય છે, ત્યારે સૌથી સામાન્ય કારણ સડન કાર્ડિયાક અરેસ્ટ છે. પ્રથમ પગલું એ સુનિશ્ચિત કરવાનું છે કે પીડિત અને BLS પ્રદાતા બંને માટે પર્યાવરણ સલામત છે. જો તેમ ન હોય તો દર્દીને સલામત સ્થળે ખસેડવો.