શું તમે જીરું વિષે આ વાત જાણો છો?

શું તમે જીરું વિષે આ વાત જાણો છો?

રોજિંદા ઉપયોગમાં લેવાતા મસાલા આપણી વાનગી વધુ ફ્લેવર અને અરોમાથી ભરપૂર બનાવે છે. તેમાં પણ આપણી ભારતીય રસોઈપ્રથા પરંપરાગત મસાલા માટે ખૂબ જ પ્રખ્યાત છે. તે મસાલામાંથી એક ગુણકારી મસાલા વિષે વાત કરીશું. આપણે જીરુનો ઉપયોગ શેમાં કરતાં હોઈએ છે? માત્ર વધાર કરવા ખરુંને? જીરું અનેક ગુણો અને ફાયદા ધરાવે છે. તે રસોઈમાં સ્વાદ ઉમેરવા સાથે અન્ય ઘણા વિશિષ્ટ ગુણ ધરાવે છે.

જીરું સામાન્ય રીતે વિટામિન E, આર્યન, કેલ્શિયમ, વિટામિન B1, ફૉસ્ફરસ, મેગનેશિયમ અને મેન્ગેનીઝ વગેરે ધરાવે છે. તે ઉપરાંત તે ઍન્ટિ એજિંગ અને ઍન્ટિ બેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે સાથે જ ઍન્ટિ ઓક્સિડન્ટ તત્વોયુક્ત પણ છે.

– ત્વચા અને વાળ માટે ફાયદાકારક : જીરું વિટામિન E યુક્ત હોવાથી ત્વચાની જાળવણી કરે છે સાથે જ તે એન્ટિ એજિંગ તત્વો ધરાવતું હોવાથી કરચલી અટકાવે છે. ચહેરા પર પીમ્પલ દૂર કરવા પણ મદદ કરે છે. જીરું નાખી ઉકાળેલું તેલ માથામાં લગાવવાથી ડેન્ડ્રફ અટકે છે અને વાળ ખરતા બંધ થાય છે.

– વજન ઘટાડવા ઉપયોગી : જીરું વજન નિયંત્રિત કરવા પણ ઘણું ઉપયોગી છે. 3 થી 4 ગ્લાસ પાણી લઈ તેમાં 3 ચમચી જીરું ઉમેરી પાણી ઉકાળો. પાણી ઠંડુ થાય પછી ગાળીને એક બોટલમાં ભરી લો. દિવસ દરમિયાન જ્યારે પણ તરસ લાગે ત્યારે પી શકો છો. વજન જાળવવા મદદ કરશે.

– આયર્નની ઉણપ દૂર કરે છે : જીરું આર્યન પૂરતા પ્રમાણમાં ધરાવે છે જેથી જો એનીમિયાથી પીડાતા હોઇ તેમના માટે જીરું ઉત્તમ છે. જીરું થાક દૂર કરવા મદદ કરે છે અને હિમોગ્લોબિનનું સ્તર ઊંચું લાવવા મદદ કરે છે. શરીરમાં નવી શક્તિનો સંચાર કરવા મદદરૂપ બને છે.

– શરીરને ઠંડક આપે છે : તે શરીરની ગરમી દૂર કરવા મદદ કરે છે. હાથ અને તળિયામાં થતી બળતરા અટકાવે છે. પાચન સરળ કરે છે. પેટને લગતા દર્દો જેમ કે પેટમાં બળતરા, એસિડિટી વગેરે દૂર કરે છે.

– તણાવ દૂર કરે છે : જીરું તણાવ દૂર કરે છે સાથે જ યાદશક્તિ પણ સુધારે છે. સાથે જ અનિંદ્રા પણ દૂર કરવા મદદ કરે છે. તમારા મગજને તણાવમુક્ત બનાવી મગજ શાંત કરે છે અને સાથે પૂરતી ઊંઘ આપે છે.

જીરું આપણા ભોજનમાં સ્વાદ ઉમેરવાની સાથે શરીરને પણ અનેક ફાયદા પૂરા પડે છે અને તંદુરસ્ત રાખવા મદદ કરે છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )