7 Mar 2026, Sat

કાજુ કોલેસ્ટ્રોલ વધારે છે કે ઘટાડે છે?

જ્યારે આપણે ડ્રાયફ્રુટની વાત કરીએ તો તેમાં બદામ અને કાજુનું નામ પહેલા આવે. બદામ વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે ચાલો આજે કાજુ વિશેની કેટલીક જાણકારી મેળવીએ.
કાજુ ભારત અને આફ્રિકાની ઉપજ છે અને હાઇ કોલેસ્ટ્રોલમાં આ બદામ અને અખરોટ કરતા વધુ સારા હોય છે. નિષ્ણાંતોનાં મત અનુસાર કાજુ ખાવાથી કોલેસ્ટ્રોલ વધતુ નથી. વાસ્તવમાં કાજુ પોષક તત્વોનું એક પાવરહાઉસ છે જે નસોને હેલ્ધી રાખવાનું કામ કરે છે. દરરોજ એક મુઠ્ઠી કાજુ ખાવાથી રાત્રે પગ ખેંચાતા નથી. આટલું જ નહીં કાજુ બ્લડ સુગરને રેગ્યુલર કરવામાં મદદ કરે છે. આમ, કાજુ ખાવાથી કોલેસ્ટ્રોલ વધતુ નથી.
એક સંતરાની તુલનામાં કાજુમાં વિટામીન સીની માત્રા પાંચ ગણી વધારે હોય છે. તે વિટામીન સી કાર્ડિયો પ્રોટેક્ટિવ પણ છે. આ સાથે બીજા અન્ય પોષક તત્વો તમારા હાર્ટના કામ કાજને તેજ કરે છે અને બ્લડ વેસેલ્સને હેલ્ધી રાખે છે.
કાજુ, પોટેશિયમ, વિટામીન ઇ અને બી 6 તેમજ ફોલિક એસિડથી ભરપૂર હોય છે. તે હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને હાઇ બીપીની સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે. પરંતુ આ માટે જરૂરી છે કે સાચા ટાઇમ પર અને સાચી માત્રામાં કાજુ ખાવા જોઇએ.
એક દિવસમાં 10 થી 15 કાજુ ખાવા જોઇએ. તમે હેલ્ધી સ્નેક્સની જેમ કાજુ ખાઇ શકો છો. આ સાથે જ સ્મૂધીમાં અને નાસ્તામાં પણ લઇ શકો છો. બસ ધ્યાન એ રાખો કે વધારે કાજુ ના ખાઓ નહીં તો તમને નુકસાન થઇ શકે છે.

By Gus Fus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *