કિચનનું ફર્નિચર કેવી રીતે સાફ કરશો?

કિચનનું ફર્નિચર કેવી રીતે સાફ કરશો?

ઘરમાં સૌથી વધુ સફાઇ માંગી લે તેવી જગ્યા કઈ હશે? સૌથી વધુ કામ રહેતું હોઇ તેવી જગ્યા એટલે? આપણા ઘરમાં સૌથી વધુ જાળવણી માંગી લે તે સ્થળ એટલે? આપણા બધા સવાલનો જવાબ છે આપણું કિચન. ત્યાં માત્ર જમવાનું બનાવવા પૂરતું જ નથી પરંતુ તે પૂર્ણ કર્યા પછી કિચનની સફાઇ, રેફ્રિજરેટરની જાળવણી, કિચન ફર્નિચરની સફાઇ, તેને મેન્ટેન કરવું વગેરે પણ તેટલું જ જરૂરી છે.

આપણે કિચન ફર્નિચરની યોગ્ય સફાઇ કેવી રીતે કરશું, તેના વિષે વાત કરશું. અમુક સમયાંતરે કિચનનું ફર્નિચર સ્વચ્છ કરવું જરૂરી છે જેમ કે મહિનામાં ઓછામાં ઓછું 3 થી 4 વાર ફર્નિચર સાફ કરતાં રહેવું. આ કાર્ય ગૃહિણી જેટલા વધુ સમય માટે સ્કીપ કરશે તેટલી વધુ મહેનત પડશે. માટે અમુક નિયત સમય અનુસાર દરેક ફર્નિચર, બારી, કાચના દરવાજા વગેરે સાફ કરતાં રહેવા.

– કાચના દરવાજા અથવા વૂડ ફર્નિચર પર દરરોજ દેખાતા દાગ ધબ્બા દૂર કરવા આછું કોટનનું કપડું અને હૂંફાળા પાણી વડે સાફ કરવા. ગરમ પાણીમાં તમે થોડો ડિટરજન્ટ પણ ઉમેરી શકો.

– જો દાગ વધુ ઓઈલી અને ચિકાશયુક્ત દેખાય ત્યારે ગરમ પાણીમાં વિનેગર ઉમેરી તે પાણી વડે સાફ કરવું. હાર્ડ સ્ક્રબ પેડના બદલે કોટન કપડાંનો જ ઉપયોગ કરવો.

– કિચનમાં વરાળ ઉત્પન્ન કરતાં એપ્લાયન્સીસ વૂડન ફર્નિચરથી દૂર રાખવા. વધુ પડતી વરાળ અથવા ભેજ લાગવાથી વૂડન ટેક્ષચર બગડવાની શક્યતા રહે છે. વૂડન ફર્નિચરની ડિઝાઇન, કોર્નર અને ફર્નિચરના હાથા વગેરે સાફ કરવા જ્યાં આપણા હાથ વડે સાફ ના થઈ શકે ત્યાં ટૂથબ્રશ ઉપયોગમાં લેવું.

– લાકડાના કબાટ જેમાં સામાન્ય રીતે તેલની બરણી, મરી મસાલા રાખતા હોઈએ ત્યાં વધુ ચીકાશ થતી હોય છે. તેને દૂર કરવા વિનેગર અને બેકિંગ સોડાની પેસ્ટ બનાવી અને ગરમ પાણી વડે ક્લીન કરવું. આવું કરવાથી ચીકાશ સરળતાથી દૂર થશે.

– એક વાત ખાસ ધ્યાનમાં લેવી જ્યારે તમે કાચના દરવાજા અથવા વૂડન ફર્નિચર સાફ કરો ત્યારે હાર્ડ સ્ક્રબ, સ્ટ્રોંગ અને હેવી ડિટરજન્ટ વગેરે વાપરવું નહીં. માઇલ્ડ ડિટરજન્ટ અથવા વિનેગર, લીંબુ અને બેકિંગ સોડા વગેરે વસ્તુ ઉપયોગમાં લેવી.

ઉપરોક્ત ટિપ્સ તમને કિચન ફર્નિચર સરળતાથી સાફ રાખવા મદદ કરશે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )