તમારા મનપસંદ પરફ્યુમ લાંબો સમય કેવી રીતે જાળવશો?

તમારા મનપસંદ પરફ્યુમ લાંબો સમય કેવી રીતે જાળવશો?

અવનવી ખુશ્બુથી મહેકવું કોને પસંદ નહીં હોઇ?? આપણા દરેકની પરફ્યુમને લઈ એક ખાસ પસંદ હોય છે. આપણે પરફ્યુમની પસંદગીને લઈને ઘણા કોન્સિયસ રહેતા હશું જ, ખરું ને? તેમાં પણ આપણી મનપસંદ મહેકનું પરફ્યુમ લાંબો સમય સુધી ચાલે તે કોને નહીં ગમે? આપણા અનમોલ અને મોંઘા પરફ્યુમ પણ ખાસ માવજત માંગી લે છે. પરફ્યુમ જો યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે તો તે લાંબા સમય સુધી પોતાની સુગંધ ગુમાવ્યા વગર સચવાઈ રહે છે.

પરફ્યુમ લાંબા સમય સુધી કેવી રીતે જળવાઈ રહે તેના વિશે માહિતી મેળવીશું. વધુ પડતી ગરમી, ભેજ અને વધુ પડતો પ્રકાશ પરફ્યુમને નુકસાન કરે છે. આપણે એવી ટિપ્સ જોઈશું જે આપણા પરફ્યુમની સુગંધ જાળવી રાખવા મદદ કરશે.

– પરફ્યુમ બને તેટલું વધુ પ્રકાશ આવતો હોય તેવી જગ્યા પર રાખવું નહીં. વધુ પડતાં પ્રકાશમાં રહેવાથી તેની સુગંધમાં ફેરફાર થવા લાગે છે અને સાથે જ પરફ્યુમ જલ્દીથી સુકાવા લાગે છે એટલે કે તેની કોન્ટિટીમાં પણ ઘટાડો જોવા મળે છે. જો તમને કોઈ યોગ્ય જગ્યા મળતી ના હોય તો બેસ્ટ પ્લેસ છે તમારા કબાટમાં કપડાંની પાછળ તમારા દરેક પરફ્યુમ રાખી દેવા.

– પરફ્યુમ વધી પડતી ગરમી રહેતી હોય એવી જગ્યા પર પણ રાખવો નહીં. જેટલી ઠંડી અને ભેજમુક્ત જગ્યા પસંદ કરશો તેટલો લાંબો સમય પરફ્યુમ સાચવી શકશો. ઘણા લોકો અમુક કોસ્મેટિક અને પરફ્યુમ ફ્રીઝમાં રાખતા હોય છે જે યોગ્ય નથી. પરફ્યુમ ફ્રીઝમાં મુકવાથી અન્ય ખોરાકની દુર્ગંધ તેને અસર કરી શકે છે.

– જ્યારે પણ તમે પરફ્યુમ ઉપયોગમાં લો છો ત્યાર બાદ તેનું લીડ બને તેટલું જલ્દીથી બંધ કરી દેવું જરૂરી છે. પરફ્યુમ ખરીદતા પહેલા ખાસ જોઈ લેવું તેની બોટલ એરટાઈટ છે. એરટાઈટ બોટલ તમે સરળતાથી મુસાફરી દરમિયાન સાથે રાખી શકો છો.

– પરફ્યુમનો ઉપયોગ કરવા સમય પર તેને વારંવાર હલાવવું નહીં, તેવું કરવાથી પરફ્યુમ બગાડતાં વાર લાગતી નથી. પરંતુ કાળજીપૂર્વક તેનો ઉપયોગ કરવો. ઘણી વાર પરફ્યુમ અથવા રોલઓન યોગ્ય રીતે કર્યા કરતાં નથી અથવા વચ્ચે અટકી જતાં હોય તેવા સમયે રોલઓન યોગ્ય રીતે સાફ કરી લેવું.

ઉપરોક્ત ટિપ્સ આપણા ફેવરિટ પરફ્યુમની સાચવણી કરવા મદદરૂપ બનશે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )