ચહેરાની કરચલી દૂર કરવા માટે ઘરેલુ ઉપાય

ચહેરાની કરચલી દૂર કરવા માટે ઘરેલુ ઉપાય

કાયમ યુવાન રહેવાનું કોને ના ગમે. દરેક મહિલા પોતાની સુંદરતા વધારવા સતત પ્રયત્નશીલ રહેતી જ હોય છે પરંતુ આપનો ચહેરો અનેક સમસ્યાથી ઘેરાયેલ રહે છે. આપણી યુવાન ત્વચાને નિસ્તેજ બનાવવા અમુક ઉમર પછી ચહેરા પર દેખાતી કરચલીઓ મુખ્ય ભાગ ભજવે છે. આપણામાંથી ઘણાને વધતી કરચલી ચિંતાતુર બનાવતી જ હશે. જો તેને અટકાવવામાં ના આવે તો ધીરે ધીરે કરચલીમાં વધારો થવા માંડે છે, માટે તેને રોકવા યોગ્ય પગલાં અને કાળજી લેવી અત્યંત જરૂરી છે.

નાની ઉમરે કરચલી અથવા અચાનક કરચલીમાં વધારો થવા માટે ઘણા કારણો જવાબદાર હોય શકે જેમ કે પ્રદૂષણયુક્ત પર્યાવરણ, વધુ પડતો તણાવ, અચાનક વજનમાં ઘટાડો, વિટામિન E ની ઉણપ વગેરે. આપણે કરચલી દૂર કરવા માટે સરળ ઉપાય વિશે વાત કરીશું.

– મેથી દાણા: મેથીદાણા ક્રશ કરી તેના પાવડરની જાડી પેસ્ટ બનાવી તેમાં મધ અને ગ્લિસરીન ઉમેરી ચહેરા પર ફેસમાસ્ક તરીકે લગાવી શકો છો. તે માસ્ક સુકાઈ એટલે ગરમ પાણી વડે ચહેરો સાફ કરી લેવો. મેથીના પાન, તેના બીજ અને તેનું તેલ એન્ટિ એજિંગ તરીકે કર્યા કરે છે, સાથે ત્વચાને એન્ટિ ઓક્સિડન્ટ્સ પણ પૂરા પડે છે.

– કરચલી દૂર કરવા જરૂરી ફૂડ: જો કરચલી વધુ અસરકારક રીતે દૂર કરવા માંગતા હોવ તો વિટામીનયુક્ત ખોરાક લેવાનો શરૂ કરવો જરૂરી છે. જેમ કે પલાળેલી બદામ, કેળું, આદું અથવા આદુનો રુસ, નારંગી, સફરજન આ દરેક ત્વચાને યુવાન રાખવા અને કરચલી દૂર કરવા મદદ કરશે.

– ઓલિવ ઓઇલ: ઓલિવ ઓઇલ ત્વચા માટે શ્રેષ્ઠ ઓઇલ છે. તે વિટામિન A અને વિટામિન E યુક્ત હોવાથી સ્કિનને કરચલી મુક્ત રાખવા મદદ કરે છે. નિયમિત ઓલિવ ઓઇલ વડે જે જગ્યા પર વધુ કરચલી હોઇ ત્યાં મસાજ કરવો. ઓલિવ ઓઇલમાં તમે ગ્લિસરીન પણ ઉમેરી શકો છો જે તમારી ત્વચાને ઊંડાણપૂર્વક હીલ કરે છે અને નવા કોષ બનાવવામાં મદદ કરે છે.

– કોકોનટ ઓઇલ: કોકોનટ ઓઇલ પણ કરચલી દૂર કરવા ખૂબ અસરકારક છે. તમે વિટામિન E કેપ્સ્યુલ કોકોનટ ઓઇલમાં ઉમેરી તેનો મસાજ પણ કરી શકો છો. તે ઉપરાંત તેમાં મધ પણ ઉમેરી શકાય છે. તે વાળની માવજત કરે જ છે પરંતુ સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે.

ઉપરોક્ત દરેક ઉપાય સરળ અને ઘરગથ્થું છે. એક વખત જરૂરથી અજમાવી જુવો.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )