બોક્સ ઓફિસ પર ફરી ‘ધૂમ’ મચાવશે કિંગ ખાન

બોક્સ ઓફિસ પર ફરી ‘ધૂમ’ મચાવશે કિંગ ખાન

ફિલ્મ ‘ધૂમ 4’ સાથે જોડાયેલું એક મોટું અપડેટ સામે આવ્યું છે. મળતી જાણકારી અનુસાર, આ બ્લોકબસ્ટર હિટ ફ્રેન્ચાઇઝીમાં હવે શાહરુખ ખાન પણ જોવા મળશે. પરંતુ, હજુ સુધી એ સામે નથી આવ્યું કે આ ફિલ્મમાં શાહરુખ ખાન હિરો બનીને સૌ કોઈના દિલો પર ફરી રાજ કરશે કે પછી વિલેન બનીને સૌ કોઈને હેરાન કરી દેશે.

શાહરુખ ખાનના ફેન્સ માટે આ ખબર કોઈ ગુડન્યૂઝથી ઓછી નથી. ‘પઠાન’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપ્યા બાદ અભિનેતા હિટ ફ્રેન્ચાઈઝી ‘ધૂમ’ સાથે ચોથા ભાગમાં જોવા મળી શકે છે. આ જાણકારી ખુદ નિર્દેશક આનંદે પોતાના ટ્વિટર દ્વારા આપી છે. પોતાની ટ્વિટમાં નિર્દેશકે જણાવ્યું કે, ‘ધૂમ 4’માં શાહરુખ ખાન જોવા મળશે અને તે જલ્દી ફિલ્મની શૂટિંગ પણ શરુ કરી દેશે. એવામાં ફેન્સની એક્સાઇટમેન્ટ આ વાતને લઈને ઘણી વધી ગઈ છે કે શાહરુખ ખાન ફિલ્મમાં અભિષેક બચ્ચનની જેમ પોલીસની ભૂમિકા ભજવશે કે આમિર ખાનની જેમ ચોરની. હાલ આ વાતની કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
પોતાના ટ્વિટથી સિદ્ધાર્થ આનંદે આ જાણકારી આપી છે કે, શાહરુખ ખાન ‘ધૂમ 4’માં જોવા મળશે. પરંતુ, આ ફિલ્મમાં તેનું પાત્ર કેવું હશે તે વિશે કંઈ ખાસ માહિતી આપવામાં આવી નથી. પરંતુ, તેમણે હિન્ટ જરુર આપી છે. ફિલ્મની શૂટિંગ શરુ કરવામાં આવશે. ખૂદ હું પણ મારા ફેવરેટ શાહરુખ ખાન સાથે કામ કરવા માટે ઘણો એક્સાઇટેડ છું…!!! વિલેનની અપડેટ કાલે આપવામાં આવશે.” સિદ્ધાર્થ આનંદે આ ટ્વિટથી એ સાફ કર્યુ છે કે, શાહરુખ ખાન વિલેનની ભૂમિકામાં નહીં હિરોના પાત્રમાં જોવા મળી શકે છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )