એક કવિએ ગાયુ છે કે ‘ એકલો જાને રે મનવા એકલો જાને રે…’

એક કવિએ ગાયુ છે કે ‘ એકલો જાને રે મનવા એકલો જાને રે…’

” લ્યો કરો વાત…”

….. એક કવિએ ગાયુ છે કે ‘ એકલો જાને રે મનવા એકલો જાને રે…’
આ વાંચી મારા મિત્ર ચીમને દરેક કામ એકલા જ કરવાનું નકી કર્યું તો એની દશા જોવા જેવી થઇ..
૧. શહેરમાં કદાચ તમે એકલા મોર્નિંગ વોક માટે જાવ તો ચાલે પણ ગામડામાં સવારે વહેલા એકલા જવાનું ભરોભાર જોખમી હોય છે…
૨. અમારો ચીમન વહેલી સવારે એકલો ચાલવા ગયો તો બે ચાર કૂતરાંએ એવો દોડાવી મૂક્યો કે વાત ના પૂછો..
૩. અત્યારે તો દીપડા જેવાં જંગલી પ્રાણીઓ શહેર અને ગામડાંમાં ખેતરો સુધી આવી ચઢતાં હોવાથી સવારે વહેલા એકલા ચાલવા જવામાં જોખમ તો ખરુ હોં …
૪.લગ્ન પ્રસંગે રીસાયેલા વડીલોને તમે એકલા એકલા મનાવી શકો જ નહિ…!!!!!
૫. કોઇ તારી સાથે ના આવે તો તું એકલો હિંમત કરીને આગળ વધ એમ કવિએ કહ્યું છે જ્યારે અમારા ચીમન ભાઇ તો સમજ્યા વગર બધાં કામ એકલા કરવા જાણે નીકળી પડ્યા તો એ ક્યાંથી થાય ?
૬. ક્યાંક બહાદૂરી બતાવવા એકલા કૂદી પડો તો ઠીક છે બાકી ઉત્સવ,પ્રસંગ વગેરે એકલા એકલા થાય જ નહિ…!!!!
૭. નદી,સરોવર કે તળાવમાં ન્હાવા કદી એકલા જશો નહિ…
૮. પતિ કે પત્નીને મનાવવામાં કદાચ તમે એકલા એકલા સફળ થઇ શકો ખરા, એમાં બીજાને વચ્ચે નાખવો/નાખવી સારુ નહિ…
00000
અનંત પટેલ

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )