દીકરીના શબ્દો –  નાર નવેલી         

દીકરીના શબ્દો –  નાર નવેલી         

અંજુને સાસરે મોકલવાની ક્ષણો જેમ જેમ નજીક આવતી જતી હતી તેમ તેમ તેનાં મમ્મીના ચહેરા પર ટેંશન વધતું જતું હતું . એ લાખ કોશિશ કરતાં તો પણ એમનું ટેંશન દીકરીથી છૂપાવી શકાતું ન હતું માણસનો ચહેરો એવો છે કે  તમે કશું પણ ન બોલો તો ય સામેના માણસને  એ ઘણું બધુ કહી દેતો હોય છે.

— ” અંજુને સાસરામાં બરાબર ફાવી જશે કે કેમ  ? ”

— ” અહીંયાં તો બહુ લાડ કોડમાંઉછરી છે તો સાસરામાં કંઇ  ઓછું તો નહિ આવે ને ? ”

—  ” એ બધી નવી વ્યક્તિઓ સાથે સારી રીતે હળી મળી જશે કે કેમ  ? ”

— ” જમાઈ તો એને સારું જ રાખશે પણ તેનાં સાસુ કદાચ વાંધા વચકા તો નહિ પાડે ને  ? ”

— ” એની નણંદ પણ કોણ  જાણે કેવી હશે ?  ”

સ્વાભાવિક રીતે જ સાસરે જતી દીકરીની મમ્મીના મનમાં આવા બધા પ્રશ્નો થતા હોય છે. અહીંયાં અંજુ મમ્મીનું ટેંશન પારખી ગઈ હતી . અંજુએ મમ્મીનું ટેંશન દૂર કરવાનું મનોમન નક્કી કરી લીધું . લગ્નના ત્રણ દિવસ બાકી હતા ને એક રાત્રે અંજુ મમ્મીને પાસે બેસાડી ને કહેવા લાગી —

”  મમ્મી તું શાના ટેંશનમાં આવી ગઈ છો  ? તારે મારી જરા પણ ચિંતા કરવાની નથી.દરેક દીકરીને સાસરે જવાનું જ હોય છે. એમાં ગભરાવાનીક્યાં જરૂર છે ? તને તારી દીકરી પર વિશ્વાસ છે કે નહિ ? હું તો મારી સાસરીમાં તારું નામ રોશન કરાવવાની છું બોલ …..  તારે સહેજે  ય રડવાનું  નથી હોં…..  ”

અંજુનાં  મમ્મી તો દીકરીના આવા સ્નેહભર્યા શબ્દો સાભળતાં જ રહ્યાં. સાસરે જતી દીકરી જાણે કે કોઇ વડીલની જેમ મમ્મીને આશ્વાસન અને હૈયાધારણ આપી રહી હતી… દીકરીનાં આવાં વાક્યોથી એ તો જાણે કે હળવાં ફૂલ બની  ગયાં…વાહ દીકરી મળે તો આવી જ મળજો …અંજુના પપ્પા એની મમ્મીને ઘણું સમજાવતા પણ  ખુદ અંજુએ જ્યારે મમ્મીને હૈયાધારણ આપી ત્યારે જ એમના જીવને શાંતિ પડી. …

લેખક- અનંત પટેલ

00000

( ઇ મેઇલ- anantpatel135@yahoo.com)

 

 

 

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )