પીળા પડી ગયેલા દાંતને સફેદ કેવી રીતે કરશો?

પીળા પડી ગયેલા દાંતને સફેદ કેવી રીતે કરશો?

પોતાના પીળા દાંતને ચમકાવવા માટે લોકો જાતજાતના નુસખાઓ અજમાવતા હોય છે. પીળા દાંત અનેક વાર વ્યક્તિને શરમમાં મુકે છે. આ સ્થિતિમાંથી બહાર નિકળવા માટે તમે પણ આ જૂનો દેસી ઉપાય કરો છો તો એક જ દિવસમાં તમારા દાંત સફેદ થઇ જશે. આ ઘરેલું ઉપાય તમને ઝડપથી રિઝલ્ટ આપવાનું કામ કરે છે. તો જાણો તમે પણ આ ઉપાય અને પીળા દાંતને નેચરલી રીતે સફેદ કરો.
સોડિયમ બાઇકાર્બોનેટ જેને બેકિંગ સોડાના રૂપમાં જાણવામાં આવે છે. લગભગ દરેક લોકોના રસોડામાં બેકિંગ સોડા હોય છે. આ પ્રક્રિયા સરળ છે અને દાંતને ચમકાવવાનું કામ કરે છે. આ એક એસિડિક છે અને મોંની અંદર એસિડિક પીએચને ઓછુ કરવામાં મદદ કરે છે.

લીંબુનો રસ એસિડિક હોય છે જે દાંતને પીળાશને ઓછી કરી શકે છે. આ માટે એક મોટી ચમચી બેકિંગ સોડા લો અને એમાં એક ચમચી લીંબુનો રસ લો. આ બન્ને વસ્તુને મિક્સ કરીને ટૂથબ્રશની મદદથી દાંતની સફાઇ કરો. 2 થી 3 મિનિટ રહીને પાણીથી કોગળા કરીને મોં ધોઇ લો. આમ કરવાથી દાંત ચમકી ઉઠશે.
પીળા દાંતને ચમકાવવા માટે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો. નારિયેળ તેલ અનેક ગુણોથી ભરપૂર હોય છે. આ માટે તમે આંગળીની મદદથી નારિયેળ તેલ દાંત પર લગાવો અને મસાજ કરો. પછી કોગળા કરી લો. નારિયેળ તેલમાં રહેલું લૌરિક એસિડ દાંતોમાં પ્લાક થતા બેક્ટેરિયાને ખતમ કરે છે અને સફેદ બનાવવામાં મદદ કરે છે.
આમ, જો તમારા દાંત પીળા છે તો તમારા માટે આ અસરકારક ઉપાયો છે. આ અસરકારક ઉપાયો તમારા દાંતને ચમકાવે છે અને સાથે તમને કોઇ પણ પ્રકારનું નુકસાન પણ થતુ નથી.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )