બેલીફેટ | વધવાના મુખ્ય કારણો અને તેના ઉપાયો

બેલીફેટ | વધવાના મુખ્ય કારણો અને તેના ઉપાયો

બેલીફેટ વધવાના મુખ્ય કારણો

આજકાલ અનેક લોકો બેલી ફેટ વધવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સામાન્ય વજન ધરાવતા લોકોને પણ બેલીફેટના કારણે સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઑ અને બીમારી ઉદ્દભવી શકે છે.આપણે જાણવું ખૂબ જરૂરી છે કે બેલીફેટ વધવા પાછળ ક્યાં મુખ્ય કારણો અસર કરે છે અને તેના માટે જરૂરી ઉપાય વિષે પણ ચર્ચા કરીશું.

➔ વધુ સુગરયુક્ત,ગળ્યા પદાથો : મીઠાઈ,કેક,ચોકલેટ,ઠંડા પીણાં, ચા કોફી, ફ્રૂટ જ્યુસ આ દરેક ખોરાક લેવાથી બેલીફેટ વધવાની શક્યતા અનેકગણી વધી જાય છે.બને તેટલું દરેકે આવું ફૂડ લેવાનું ટાળવું.

➔ ઈનએકટીવીટી : વધુ પડતું બેઠાડુ જીવન પણ બલેીફેટ વધવા પાછળ જવાબદાર છે. દિવસ દરમ્યાન ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી અત્યંત જરૂરી છે. બને તેટલુ એકટીવ રહેવું અને શરીર માટે યોગ્ય કસરત કરવી બેલીફેટ દૂર કરવા ઉત્તમ સાબિત થશે.

➔ લો પ્રોટીન ડાયેટ :ઓછા પ્રમાણમાં શરીરને પ્રોટીન મળવાથી વારંવાર ભૂખ લાગ્યા કરે છે.અપૂરતા પ્રોટીનના લીધે પણ બેલીફેટ લાંબા ગાળે વધે છે. તેથી પ્રોટીનથી ભરપરૂ ખોરાક લેવો જોઈએ.એક અભ્યાસ મુજબ યોગ્ય પ્રમાણમાં અને નિયમિત પ્રોટીન લેતા લોકોનું બેલીફેટ ખૂબ જ ઓછું અથવા નિયમિત પ્રમાણમાં જોવા મળ્યું છે.

બેલીફેટ ઘટાડવા માટે ઉપાય :

➔ બને તેટલા પ્રોટીન અને ફાઇબરયુક્ત ખોરાક લેવાનું રાખો જેમકે દૂધ,પનીર ,ઓટસ,સફરજન, આલ્મંડ મ્યુસલી,નારંગી વગેરે ખોરાકનું પ્રમાણ વધારી દેવું.

➔ પૂરતી ઊંઘ કરવી અને સ્ટ્રેસ લેવલ ઘટાડવું.

➔ નિયમિત 30 થી 40 મિનિટ કસરત અને યોગ પ્રાણાયામ કરવા.

ઉપરોક્ત સરળ ઉપાયો બેલીફેટ ઘટાડવા જરૂર મદદ કરશે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )