નેચરલ કલિનિંગ પાવર ધરાવતું લીંબુ

નેચરલ કલિનિંગ પાવર ધરાવતું લીંબુ

ઘણી વાર સફાઇ કરવા વપરાતા લિક્વિડ, સોંપ, ડિટરજન્ટ વગેરે વધુ પડતાં સ્ટ્રોંગ હોવાથી અથવા એસિડબેઝ હોવાથી આપણી વસ્તુ ડેમેજ થવાની શક્યતા વધુ રહે છે. ઘણી વાર વધુ કિમત ચૂકવતા પણ આપણને જોઈએ તેટલી સારી ગુણવત્તા ધરાવતા ક્લીનર મળતા નથી. આપણે આજે કુદરતી ક્લીનર વિશે વાત કરીશું જે આપણને ઘણી જગ્યાએ મદદરૂપ થશે.
આપણે નેચરલ કલિનિંગ પાવર ધરાવતા લીંબુ વિશે વાત કરીશું જેને આપણે માત્ર ખોરાક તરીકે જ નહીં પરંતુ અનેક ઉપયોગમાં લઈ શકીશું. લીંબુ એન્ટિ બેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે. જે આપણા કિચન, વોશિંગ મશીન, રેફ્રિજરેટર વગેરે સ્વચ્છ અને દુર્ગંધમુક્ત અને કીટાણુમુક્ત રાખવા મદદ કરશે.

– સ્ટેનલેસ સ્ટીલના વાસણ કે જે દાઝી અથવા બળી ગયા ગયા હોય અને તેના દાગ દૂર કરવા લીંબુ અને મીઠું વડે સાફ કરવાથી દરેક દાગ અને કાળાશ સરળતાથી દૂર થશે.

– કિચન વિન્ડોની ચીકાશ દૂર કરવા લીંબુનો રસ અને વિનેગર મિક્સ કરી તેના વડે કાચ અને આસપાસ દરેક વસ્તુ સ્વચ્છ કરી શકો છો જે તમારી કિચન વિન્ડોને એકદમ ચમકાવશે.

– ચોપિંગ બોર્ડ પર લીંબુ ઘસી લો અને તેને એક રાત રહેવા દો. ત્યારબાદ સવારે પાણીથી સાફ કરી લેવું. તે ચોપિંગ બોર્ડને બેક્ટેરિયા મુક્ત કરશે. જો ચોપિંગ બોર્ડ વૂડનનું હશે તો વધુ અસરકારક રહેશે. ફ્રીઝમાં અડધું લીંબુ કાપીને રાખી મૂકો, તે ફ્રીઝમાંથી આવતી દુર્ગંધને દૂર કરશે.

– વોશિંગ મશીનમાં ડિટરજન્ટ સાથે એક અથવા બે લીંબુના રસ ઉમેરી કપડાં ધોવા રાખી મૂકો. જેથી કપડાં કુદરતી રીતે સ્વચ્છ અને સફેદ કપડાં પર લાગેલ દાગ સરળતાથી દૂર થશે.

ઉપરોક્ત ટિપ્સ સરળતાથી બેક્ટેરિયા દૂર કરવા મદદ કરશે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )