નુક્કડ ફેઇમ ખોપરી ઉર્ફે સમીર ખખ્ખરનું નિધન
દુરદર્શનનો ફેમસ શો ‘નુક્કડ’માં ખોપડીનું પાત્ર ભજવીને ફેમસ થયેલા એક્ટર સમીર ખખ્ખરનું નિધન થયું છે. સતીશ કૌશિકના અવસાનના દુખમાંથી ઈન્ડસ્ટ્રી હજુ ઉભરી નથી શકી કે આ ફેમસ એક્ટર સમીર ખખ્ખરના નિધનથી ઈન્ડસ્ટ્રીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સમીર ખખ્ખરના પુત્ર ગણેશ ખખ્ખરે જણાવ્યું કે તેમની સાથે શું થયું હતું.
71 વર્ષીય સમીર ખખ્ખરના પુત્ર ગણેશ ખખ્ખરે જણાવ્યું કે, મંગળવારે તેમને છેલ્લા શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, ત્યારબાદ તેઓ સૂઈ ગયા અને પછી બેહોશ થવા લાગ્યા. તેણે કહ્યું કે આ પછી તેણે ડોક્ટરને ફોન કર્યો અને તેને આઈસીયુમાં એડમિટ કરવા કહ્યું. આ પછી તેને પેશાબ કરવામાં તકલીફ થવા લાગી. પુત્રએ કહ્યું, ‘તેનો છેલ્લો સમય બેભાન અવસ્થામાં પસાર થયો. પેશાબની તકલીફ બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ હૃદયે સપોર્ટ આપવાનું બંધ કરી દીધું હતું. ધીમે ધીમે મલ્ટિપલ ઓર્ગન ફેલ થયા બાદ સવારે 4.30 વાગ્યે તેમનું અવસાન થયું.
90ના દાયકામાં સમીર ફિલ્મોમાં જાણીતો ચહેરો હતાં અને તે ‘પુષ્પક’, ‘શહેનશાહ’, ‘રખવાલા’, ‘દિલવાલે’, ‘રાજા બાબુ’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતાં. વર્ષ 1996માં ભારત છોડીને અમેરિકામાં રહેવા લાગ્યા હતાં. અમેરિકા ગયા પછી એક્ટિંગ છોડી દીધી હતી. કહેવાય છે કે સમીર અમેરિકા ગયાં અને તેમણે એક્ટિંગ છોડીને જાવા કોડર તરીકે નોકરી મેળવી. એવું પણ જાણવા મળે છે કે વર્ષ 2008માં તેમની નોકરી પણ છૂટી ગઇ હતી. ત્યાં તેમને એક્ટર તરીકે કોઈ જાણતું ન હોવાથી તેણે બીજા ક્ષેત્રમાં કામ કરવું પડ્યું. સમીરને ભારતમાં જે પણ ભૂમિકાઓ મળી તે તેમના ‘નુક્કડ’ના પાત્ર પર આધારિત હતી.