દિગ્ગજ અભિનેતા અને દિગદર્શક સતીશ કૌશિકનું 66 વર્ષે નિધન

દિગ્ગજ અભિનેતા અને દિગદર્શક સતીશ કૌશિકનું 66 વર્ષે નિધન

પપ્પુ પેજર અને મી. ઇન્ડિયાનાં કેલેન્ડર હવે આપણી વચ્ચે નથી રહ્યાં.

પ્રખ્યાત અભિનેતા, નિર્માતા અને નિર્દેશક સતીશ કૌશિકનું ગુરુવારે વહેલી સવારે 66 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. તેમના નજીકના મિત્ર, અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેણે લખ્યું, ‘હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પણ મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર સતીશ કૌશિક વિશે આ લખીશ. 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ! તારા વિના જીવન ક્યારેય સરખું નહીં થાય, સતીશ! ઓમ શાંતિ!

તેમના મૃત્યુના એક દિવસ પહેલા, સતીશ કૌશિકે 7 માર્ચે તેમના છેલ્લી ટ્વીટમાં અલી ફઝલ, રિચા ચઢ્ઢા, જાવેદ અખ્તર, મહિમા ચૌધરી સાથે હોળીની તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તેમનો ચહેરો હંમેશા નિશ્ચિંત અને હસતો હોય છે. સતીશ કૌશિકે ટ્વીટમાં એમ પણ કહ્યું હતું કે તેણે આ હોળી જુહુના જાનકી કુટીરમાં રમી હતી.
સતીશ કૌશિકનો જન્મ 13 એપ્રિલ, 1956ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢમાં થયો હતો. તેણે 1983માં આવેલી ફિલ્મ ‘માસૂમ’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. લગભગ 4 દાયકા સુધી ચાલેલી કારકિર્દીમાં તેણે લગભગ 100 ફિલ્મોમાં કામ કર્યું. વર્ષ 1993માં તેમણે ફિલ્મ ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’થી દિગ્દર્શનની દુનિયામાં પગ મૂક્યો અને લગભગ દોઢ ડઝન ફિલ્મોનું નિર્દેશન કર્યું.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )