પરફેક્ટ સ્માઈલ માટે પરફેક્ટ ફ્રૂટ
ફ્રૂટ બોડી હેલ્થી અને ફિટ રાખવા મહત્વનો ફાળો આપે છે. તે ઉપરાંત આપણી ઓરલ હેલ્થ જાળવી રાખવા પણ તેટલા જ મદદરૂપ બને છે. આપણા દાંત અને ગમ્સ મજબૂત અને તંદુરસ્ત બનાવવા ફ્રૂટ ખૂબ જરૂરી સાબિત થાય છે, જે આપણી ઓરલ હેલ્થની સુરક્ષા કરવા અને આપણી સ્માઇલને આકર્ષિત રાખવા અમુક ખાસ ફળો શ્રેષ્ઠ પુરવાર થાય છે, તે દરેક ફળ વિષે જાણીશું.
સ્ટ્રોબેરી : સ્ટ્રોબેરી વિટામિન સી બોહળા પ્રમાણમાં ધરાવે છે. વિટામિન સી કોલજન નામના અંત્યંત મહત્વના પ્રોટીન બંધારણ માટે આવશ્યક છે. તેની મદદથી ગમ્સ મજબૂત બને છે. ઓરલ હેલ્થ સ્વસ્થ રાખવા પ્રાથમિક આવશ્યકતા સ્ટ્રોંગ ગમ્સ છે. હાફ કપ સ્ટ્રોબેરી 60% વિટામિન સી પૂરું પાડે છે.
કેળાં : કેળાંની છાલ 2 થી 3 મિનિટ દાંત પર ઘસવાથી તે દાંતને સફેદ અને સ્વચ્છ બનાવે છે. તેની છાલમાં રહેલ મિનરલ દાંત પર રહેલ દાગ દૂર કરવા મદદ કરે છે. સાથે જ પોટેશિયમ અને વિટામિન D અને કેલ્શિયમ દાંતના મજબૂત બંધારણ માટે ખૂબ જ જરૂરી છે.
નારંગી (ઓરેન્જ) : વિટામિન સી આપણા દાંત અને પેઢા માટે ખૂબ જ જરૂરી છે. જે નારંગી પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે, જે આપણા પેઢાને ઇન્ફેકશન અને બેક્ટેરિયાથી બચાવે છે. પેઢામાંથી લોહી નીકળવું, સુજન, મોંની દુર્ગંધ વગેરે સમસ્યાઓ સામે રક્ષણ આપે છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું જ્યારે તમે ખટાશયુક્ત ફળો ખાવ છો ત્યારબાદ તરત જ બ્રશ કરવું અથવા મોં યોગ્ય રીતે સાફ કરી લેવું જરૂરી છે.
સફરજન : સફરજન દાંત માટે નેચરલ ટૂથબ્રશ તરીકે ઓળખાય છે. સફરજન મોંનો સલાયવા ફ્લો વધારે છે. સલાયવા દાંતનું રક્ષણ કરે છે અને કેવીટી રોકે છે. સાથે જ દાંત મજબૂત બનાવે છે. આખા દિવસમાં એક સફરજન ખાવું સંપૂર્ણ શરીર માટે ઉત્તમ છે.
અન્ય ફૂડ : બને તેટલું પાણી પીવું, પાણી આપણા શરીરની સાથે આપણા દાંતની પણ માવજત કરે છે. દૂધ પણ દાંત માટે ખૂબ લાભદાયી છે. દૂધ વિટામિન D અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં ધરાવે છે, જે દાંત મજબૂત રાખવા મદદ કરે છે. ગ્રીન ટી પણ દાંતને બેક્ટેરીયામુક્ત રાખે છે. દાંતને અનેક નુક્સાનથી બચાવે છે.
ઉપરોક્ત દરેક ફ્રૂટ આપણી સ્માઇલ સુંદર રાખવા મદદ કરશે.