દીપિકા પાદુકોણ ‘ઓસ્કાર 2023’ની પ્રેઝન્ટેટર બનશે
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને 12 માર્ચે યોજાનાર 95માં એકેડેમી એવોર્ડ્સમાં પ્રસ્તુતકર્તાઓમાં તેનુ નામ આપવામાં આવ્યું છે. આ માટે અનુપમ ખેરે પોતાની સ્ટુડન્ટ દીપિકા પાદુકોણના વખાણ કર્યા છે. અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર દીપિકાની પ્રશંસા કરી હતી.
અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર દીપિકાની જૂની તસવીર શેર કરતા એક ખાસ નોંધ લખી છે. આ તસવીર તે સમયની છે, જ્યારે દીપિકાએ તેની એક્ટિંગ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો.અનુપમ ખેરે ફોટો સાથેના કેપ્શનમાં લખ્યું, ‘ડિયર દીપિકા પાદુકોણ. આ વર્ષના ઓસ્કાર પ્રસ્તુતકર્તાઓમાંના એક હોવા બદલ અભિનંદન. જ્યારે પણ તમે સફળતાની સીડી પર એક પગથિયું ઊંચે ચઢો છો, ત્યારે અમને તમારી સફરનો એક ભાગ બનવાનો ગર્વ છે.
દીપિકા પાદુકોણ 37 ઓસ્કાર 2023માં, રિઝ અહેમદ, એમિલી બ્લન્ટ, ગ્લેન ક્લોઝ, જેનિફર કોનેલી, એરિયાના ડીબોઝ, સેમ્યુઅલ એલ જેક્સન, ડ્વેન જોહ્ન્સન, માઈકલ બી. જોર્ડન, ટ્રોય કોટ્સર, જોનાથન મેજર્સ, મેલિસા મેકકાર્થી, જેનેલે મોના, ક્વે, સલદાના અને ડોની યેન સાથે મળીને એવોર્ડ આપશે.
જ્યારથી આ સમાચાર આવ્યા છે, બોલીવુડના તમામ સેલેબ્સ અભિનેત્રીને અભિનંદન આપી રહ્યા છે. કામની વાત કરીએ તો, અભિનેત્રી ફિલ્મ ‘પઠાણ’માં શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. તે આગામી સમયમાં ‘પ્રોજેક્ટ કે’ અને ‘ફાઇટર’માં જોવા મળશે.