જાણો, માધુરી દિક્ષીતની સુંદર ત્વચાનું રહસ્ય

જાણો, માધુરી દિક્ષીતની સુંદર ત્વચાનું રહસ્ય

55 વર્ષની ઉંમરમાં માધુરી આજે પણ યંગ લાગે છે. જો કે આ માટે માધુરી સ્કિન કેર પર પૂરતું ધ્યાન આપે છે. સ્કિન કેરમાં માધુરી ખાવાની લઇને નાની-નાની અનેક બાબતો પર ધ્યાન આપે છે. માધુરી યંગર લુકિંગ સ્કિન વિશે જણાવે છે. માધુરીએ એના હોમમેડ માસ્ક વિશે વાત કરી છે, જેનો યુઝ કરીને એ સોફ્ટ અને ગ્લોઇંગ સ્કિન મિનિટોમાં મેળવી શકે છે.
ઓટ્સનો ફેસ પેક ચહેરા પરની ડેડ સ્કિન સાફ કરીને સ્કિનને કોમળ બનાવવાનું કામ કરે છે. આમાં રહેલું મધ એન્ટી ઇન્ફ્લેમેન્ટરી છે જે ચહેરા પર આવતા સોજાને ઓછા કરવાનું કામ કરે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો આ પેક..
સામગ્રી

એક ચમચી ઓટ્સનો પાવડર
એક ચમચી મધ
એક ચમચી દૂધ
એક ચમચી ગુલાબજળ

ફેસપેક બનાવવાની રીત

આ ત્રણેય વસ્તુઓને સારી રીતે મિક્સ કરી. તો તૈયાર છે હોમમેડ ફેસ પેક. આ પેક તમારા ચહેરાથી લઇને ગરદર તેમજ હાથ પર લગાવવાનો રહેશે. 15 થી 20 મિનિટ સુધી આ પેક રાખો અને પછી ચોખ્ખા પાણીથી ક્લિન કરી લો. આ ફેસ પેકના ઉપયોગથી ચહેરો એકદમ ક્લિન થઇ જાય છે અને સાથે કોમળ પણ બને છે.
આ ફેસ પેક ડ્રાયથી લઇને દરેક સ્કિન ટાઇપ પર સૂટ થાય છે. આ પેક તમે રેગ્યુલર ચહેરા પર લગાવો છો તો સ્કિન મસ્ત થાય છે અને તમારે કોઇ દિવસ ફેશિયલ કરાવવાની જરૂર પણ રહેતી નથી. તો તમે પણ મોડુ કર્યા વગર આ ફેસ પેક લગાવવાનું શરૂ કરી દો.

તો તમે પણ માધુરીની જેમ ગ્લોઇંગ ત્વચા ઇચ્છતા હોવ તો આ ટ્રાય કરી જોજો.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )