7 Mar 2026, Sat

હોળીનાં રંગોથી વાળને કેવી રીતે બચાવશો?

હોળીના રંગોથી રમવાથી લઇને અનેક વસ્તુઓની મજા આવે છે, પરંતુ ધૂળેટીના તહેવારમાં વાળનું અનેક રીતે ધ્યાન રાખવુ પડે છે. આ દિવસે તમે હેર કેર પ્રોપર રીતે ન કરો તો તમારા વાળને અનેક ઘણું નુકસાન થાય છે. આ સાથે જ હેરમાં કલર જાય છે અને વાળની રફનેસમાં વધારો થાય છે. તો જાણો તમે પણ હોળીના કેમિકલવાળા રંગોથી તમારા વાળને કેવી રીતે બચાવશો.
હોળીના રંગોથી વાળને બચાવવા માટે સૌ પ્રથમ પહેલું સ્ટેપ એ ધ્યાનમાં રાખો કે તમારા વાળ કોરા ના હોય. કોરા વાળમાં રંગ લાગે છે તો અનેક ઘણું નુકસાન થાય છે.

હોળીના રંગોથી વાળને બચાવવા માટે હંમેશા હેર ઓઇલ કરો અને પછી રંગોથી રમવાની મજા માણો. હોળીના રંગોથી તમારા વાળને અનેક ઘણું નુકસાન થાય છે એવામાં તમે વાળમાં તેલ નાંખો છો તો વાળ સુરક્ષિત રહે છે. આ સાથે જ હેર ઓઇલ કરવાથી વાળમાં લાગેલો કલર પણ જલદી નિકળી જાય છે. કલર તેલ પર લાગે છે જેના કારણે હેર ડેમેજ થતા નથી અને હેર સારા રહે છે.
ધૂળેટી તમે રમીને ઘરે આવો ત્યારે સૌથી પહેલાં હેર વોશ કરી લો. હેર વોશ તમારે હુંફાળ પાણીથી કરવાના રહેશે. વધારે ગરમ પાણીથી હેર વોશ કરવાના નથી. વધારે ગરમ પાણીથી હેર વોશ કરો છો તો તમારા વાળ ડેમેજ થાય છે. આ માટે તમે સૌથી પહેલાં વાળમાંથી કલર કાઢવા માટે હુંફાળુ પાણી નાંખો અને પછી શેમ્પૂથી હેર વોશ કરો. ત્યારબાદ કન્ડિશનર લગાવો. આમ કરવાથી વાળ ડેમેજ નહીં થાય અને કલર પણ જલદી નિકળી જશે.
હોળી રમવા જાવો ત્યારે ક્યારે પણ વાળ ખુલ્લા રાખીને જવાની ભૂલ કરશો નહીં. વાળ ખુલ્લા રાખવાથી તમારી સ્કિન અને વાળને અનેક ઘણું નુકસાન થાય છે.

By Gus Fus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *