એક મહિના સુધી બે ખજૂર ખાવાના ફાયદા: વર્ષો જૂની કબજીયાતથી છૂટકારો
ખજૂરમાં એન્ટી ઓક્સિડન્ટ્સની માત્રા સારી હોય છે જે શરીરને મુક્ત કણોથી બચાવવામાં અને સાથે અનેક પ્રકારની બીમારીઓમાંથી તમને રાહત અપાવવાનું કામ કરે છે. આ સિવાય ખજૂરમાં કેરોટેનાઇડ્સ, ફ્લેવોનોઇડ્સ અને ફેનોલિક એસિડ હોય છે જે આંખોથી લઇને ડાયાબિટીસ, અલ્ઝાઇમર તેમજ હાર્ટની બીમારીઓમાંથી બચાવવાનું કામ કરી શકે છે. આ સિવાય તમે સતત એક મહિનો 2 ખજૂર ખાઓ છો તો હેલ્થને અઢળક ફાયદાઓ થાય છે.
તમને કબજિયાતની સમસ્યા છે અને હવે તમે કંટાળી ગયા છો તો ખજૂર ખાવાનું શરૂ કરી દો. એક મહિના સુધી તમે બે ખજૂર ખાઓ છો તો આ સમસ્યામાંથી રાહત થઇ જાય છે. ખજૂરમાં ફાઇબરની માત્રા સારી હોય છે જે બોવેલ મુવમેન્ટને તેજ કરે છે. આ સાથે જ પેટનું મેટોબોલિક રેટ વધારે છે અને કબજિયાતની સમસ્યામાંથી રાહત અપાવે છે.
એનીમિયાની સમસ્યા એ લોકોને વધારે હોય છે જેનામાં આયરનની ઉણપ હોય. એવામાં ખજૂરનું સેવન કરવાથી શરીરમાં આયરનની કમી પૂરી થાય છે અને એનીમિયામાં રાહત થાય છે. આ સાથે જ કોપર, સેલેનિયમ અને મેગ્નેશિયમ જેવા અનેક પ્રકારના તત્વો હોય છે જે એનીમિયાથી બચાવવામાં મદદ કરે છે.
ખજૂર ખાવાની પણ એક સાચી રીત હોય છે. આ ખજૂર તમે દૂધમાં તેમજ પાણીમાં પલાળીને ખાઇ શકો છો. પાણીમાં પલાળીને ખજૂર ખાઓ છો તો સવારમાં ખાલી પેટે લો અને દૂધમાં લો છો તો રાત્રે. ધ્યાન રાખો કે દિવસમાં બેથી વધારે ખજૂર ખાવાની નથી.