5 કીલો અને 80 ગ્રામની બેબી જન્મી, નોર્મલ ડિલિવરી થઇ
આંધ્રપ્રદેશનાં અનંતપુર જિલ્લાના ઉરાવકોંડા મંડલની એક વિચિત્ર ઘટના છે. છિન્નામુષ્ટરુ ગામની તેજસ્વિની નામની મહિલાએ એક એવી બાળકીને જન્મ આપ્યો છે, જે સામાન્ય નથી. તેજસ્વિનીનું આ ત્રીજું બાળક છે અને બાળકીનો જન્મ રવિવારે થયો હતો જ્યારે મહિલાને પ્રસૂતિ થઈ ત્યારે તેના માતા-પિતા તેને ગુંટકલ્લુ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. પીડા તીવ્ર હતી, તેથી ડૉક્ટરોએ તેને નોર્મલ ડિલિવરી કરાવવાનું નક્કી કર્યું હતુ. કલાકો પછી જ્યારે બાળકી બહાર આવી તો તેને જોઈને ડોક્ટર અને સ્ટાફ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આજકાલ સિઝેરિયન ડિલિવરી થવાની શક્યતાઓ ઘણી વધી ગઈ છે, ત્યાં 5 કિલો 80 ગ્રામનું બાળક નોર્મલ ડિલિવરીમાંથી બહાર આવતું જોઈને સૌને આશ્ચર્ય થયું.
આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં માતાના ગર્ભમાંથી જ્યારે 5 કિલો 80 ગ્રામનું બાળક બહાર આવ્યું તો ડોક્ટરો પણ દંગ રહી ગયા હતા. સામાન્ય રીતે જન્મ સમયે બાળકનું વજન અઢીથી સાડા ત્રણ કિલો જેટલું હોય છે, પરંતુ આ બાળકનું વજન સામાન્ય કરતાં લગભગ 6 કિલોથી વધુ છે. જ્યારે ડોક્ટરોએ પણ આ બાળકને જોયું તો તેઓને ખૂબ જ આશ્ચર્ય થયું. ડોકટરો હંમેશા કહે છે કે જન્મ સમયે બાળકનું વજન 3 કિલોથી વધુ હોય તો તે સ્વસ્થ અને મજબૂત હશે.
સામાન્ય રીતે બાળકોનું વજન સાડા ત્રણ કિલો કે તેનાથી વધુ હોય તો ડોકટરો માતા અને બાળકની સલામતી માટે ઓપરેશનનો સહારો લે છે, પરંતુ આ 6 કિલોની બાળકી જે રીતે કુદરતી જન્મથી બહાર આવી છે તેનાથી તે સમાચારોમાં હેડલાઈન્સમાં આવી ગઈ છે.ડોકટરોએ બાળકની તબિયત અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે બાળકને કોઈ સમસ્યા નથી અને માતા પણ સ્વસ્થ છે. ડોક્ટરોએ કહ્યું કે ત્રણ દિવસ પછી તેને રજા આપીને ઘરે મોકલી દેવામાં આવશે.