એડજસ્ટમેન્ટ
” લ્યો કરો વાત…”
……. એડજસ્ટમેન્ટ…..
૧. અમારું કહેવાનું એ છે કે મોટા ભાગના યુવકો કે યુવતીઓ આજના યુગમાં પોતે ઇચ્છતા હોય એવા પાત્ર સાથે લગ્ન કરતાં હોય છે તે છતાં લગ્ન પછી એમના ઉદગારો કંઇક આવા જ સાંભળવા મળે છે;
—- અલ્યા ભઇ એ તો નસીબમાં જેવું મળવાનું લખેલું હોય એવું જ મળે…!!!!!! —- એ તો ભઇ પડ્યુ પાનુ નિભાવી લેવામાં જ મઝા…!!!! —- આ તમે જોતા નથી કોઇના જીવનમાં ક્યાં કશું મનનું ધાર્યુ થાય છે ?
—- અલ્યા એ તો સ્ત્રીઓની જાત જ એવી , બધી એકની એક, તમારે જ એડજસ્ટ કરવું પડે..
૨. હવે જ્યાં મા બાપ કે વડીલોની ઇચ્છાને માન આપીને લગ્ન થયું હોય ત્યાંના ઉદગારો કેવા હોય એ જોઇએ; —- મેં પપ્પાને કહ્યું હતું કે મને એક વાર બરાબર જોવા દો, કશીક વાતચીત તો કરવા દો પણ ના, એ માન્યા જ નહિ ને હવે મારે આખી જીંદગી ભોગવવાનું…બોલો.. —- ભાઇ મારે તો શાંતિ છે, બૈરી બરાબર કામ ના કરે તો બાપાને કહી દેવાનું કે તમે પસંદ કરીને વળગાડી છે તો હું શું કરું ??
—- અલ્યા હાવ ગામડાનું અને ગાંડા જેવું છે ભટકાણું છે , ભઇ મારે તો છૂટા છેડા જ કરવા પડશે, પણ મારા બાપા એ ય ના કરવા દે એટલે હવે તો એડજસ્ટ કર્યા વગર છૂટકો જ નથી…
—- હવે તમે જોશો કે લગ્ન છોકરો કે છોકરી પોતે પસંદ કરેલા પાત્ર સાથે કે પછી માબાપ અને વડીલો એ પસંદ કરેલા પાત્ર સાથે કરે છે પણ બંને ને માટે એક શબ્દ કોમન છે અને તે શબ્દ છે એડજસ્ટમેન્ટ
૩. અમને તો ભાઇ દરેકના લગ્ન જીવન માટે કોઇ મહાન શબ્દ લાગતો હોય તો એ છે “એડજસ્ટમેંટ ” બોલો તમારે કંઇ જૂદુ કહેવું છે ??
૪. સુખી લગ્નજીવનનું બીજું નામ એટલે એડજસ્ટમેન્ટ….
00000
– અનંત પટેલ